વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડ્યુ, ઓહાયોના ગવર્નરની ચૂંટણી લડશે
વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડ્યુ, ઓહાયોના ગવર્નરની ચૂંટણી લડશે
Blog Article
ઇન્ડિયન અમેરિકન ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીએ સોમવારે અમેરિકાના નવા-સ્થાપિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) છોડી દેવાની જાહેરાત કરી હતી. આની જગ્યાએ તેઓ ઓહાયોના ગવર્નરની ચૂંટણી લડશે.
39 વર્ષીય રામાસ્વામીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “DOGE ની રચનામાં મદદ કરવી એ મારું સન્માન હતું. મને વિશ્વાસ છે કે ઇલોન અને ટીમ સરકારને સુવ્યવસ્થિત કરવામાં સફળ થશે.”
નવેમ્બર 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં તેમની અદભૂત જીત પછી તરત જ, ડોનાલ્ડ ટ્રમ્પે DOGE બનાવવાની જાહેરાત કરી હતી અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને રામાસ્વામીને આ નવા ડિપાર્ટમેન્ટના વડા બનાવ્યા હતાં.
20 જાન્યુઆરીની બપોરે ટ્રમ્પે 47માં પ્રેસિડન્ટ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં રામાસ્વામીએ જણાવ્યું હતું કે “ઓહાયોમાં મારી ભાવિ યોજનાઓ વિશે હું ટૂંક સમયમાં વધુ જાણકારી આપીશ. સૌથી અગત્યનું, અમે બધા પ્રેસિડન્ટ ટ્રમ્પને અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં મદદ કરવા માટે છીએ.
DOGEની રચનામાં રામાસ્વામીની ભૂમિકાની પ્રશંસા કરતાં ટ્રમ્પ ટીમના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે વિવેક રામાસ્વામીએ અમને DOGE બનાવવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ટૂંક સમયમાં જ ચૂંટાયેલા પદ માટે ચૂંટણી લડવા માંગે છે, જેના માટે DOGEની બહાર રહેવું જરૂરી છે.
રામાસ્વામી હજુ ઓહાયો ગવર્નર પદની ચૂંટણી લડવાની જાહેરાત કરવા માટે ચોક્કસ તારીખ પર વિચારણા કરી રહ્યા છે. આ ચૂંટણી 2026માં થવાની છે. જો તેઓ ચૂંટાઈ આવશે તો તેઓ ઓહાયોના પ્રથમ ભારતીય અમેરિકન ગવર્નર હશે. અમેરિકાના રાજ્યના ગવર્નર તરીકે અત્યાર સુધી માત્ર ત્રણ ભારતીય અમેરિકનો ચૂંટાયા છે. સૌપ્રથમ લ્યુઇસિયાનામાં બોબી જિંદાલ, ત્યારબાદ દક્ષિણ કેરોલિનામાં નિક્કી હેલી ગવર્નર તરીકે ચૂંટાયા હતાં.